બોર્ડર પર માદક પદાર્થની હેરાફરી:રાજસ્થાનથી લાવવામાં આવતું અફિણ થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યું; પોલીસે રાજસ્થાનના એક શખ્સને પકડી વધુ તપાસ હાથ ધરી

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ થરાદ ખોડા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સધન વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ચેકીંગ દરમિયાન રાજસ્થાનના સાચોર તરફથી આવતી કાર નંબર (એએસ-01-બીડી-0073)ને ચેકીંગ કરતાં ગાડીમાંથી માદક પદાર્થ અફીણનો રસ મળી આવ્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
382 ગ્રામ અફિણ કે જેની કિંમત રૂપિયા 38200 તેમજ મોબાઈલ રૂપિયા 5000 સહિત ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી 5,43,200ના કુલ મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેની સાથે ગાડી ચાલક જગદીશ કિશનલાલ વિશ્ર્નોઈ (માંજુ) ઉંમર વર્ષ 24 રહે સાંગડવા તાલુકો ચિતલવાણા જિલ્લો જાલોર રાજસ્થાન વાળાને ઝડપી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી શખ્સની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...