થરાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી:બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશથી ખાનગી ગાડીઓ પરથી કઠેડા ઉતરવાની કામગીરી હાથ ધરાઈ

થરાદ10 દિવસ પહેલા

થરાદ પંથકમાં પેસેન્જરોમાં ફરતી ખાનગી ગાડીયો ઉપર કઠેડા હોય છે. જેમાં ગાડીઓના ચાલકો મુસાફરોને કઠેડા ઉપર બેસાડી મોતની મુસાફરી કરાવી રહ્યા હોવાનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને ધ્યાને આવતાં જિલ્લાના તમામ પોલીસ મથકે સૂચનાઓ આપતાં થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી ગાડીઓના કઠેડા ઉતરવાની કામગીરી હાથ ધરી છે. જેથી ખાનગી ગાડીઓના ચાલકો માત્ર ગાડીની અંદર મુસાફરોને બેસાડી શકશે. જેથી મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવામાં પોલીસ તરફથી રાહત મળી છે. જેમાં ગ્રામીણ વિસ્તારોના મુસાફરો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.

પોલીસના આ નિર્ણયને લોકો બિરદાવી રહ્યા છે
પોલીસના આ નિર્ણયને લોકો બિરદાવી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...