થરાદ ડીસા હાઇવે પર કારનું ટાયર ફાટતાં ઝાડ સાથે અથડાવાથી તેમાં બેઠેલ શંખેશ્વરના પરિવારના ચારને ઇજા થવા પામી હતી. બનાવને પગલે બહોળી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
થરાદ ડીસા હાઇવે પર મંગળવારની બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે પાટણનો એક પરિવાર કારમાં ડીસા તરફ જઇ રહ્યો હતો. આ વખતે ભારત ગેસ ગોડાઉનની નજીક આવતાં એકાએક કારનું ટાયર ફાટ્યું હતું. આથી કાર ખેંચાઇને રોડની સાઇડમાં ઉતરતાં ઝાડ સાથે અથડાઇ હતી. આથી તેમાં બેઠેલ ચારને ઇજા થવા પામી હતી.જે પૈકી જીગ્નેશભાઇ કેળાભાઇ ગોહીલ ઉ.વ.30 અને નિમુબેન કેળાભાઇ ગોહીલ ઉ.વ.50 (રહે. પંચાસર તા.શંખેશ્વર)ને વધુ ઇજા થવા પામી હતી.આ બનાવ અંગે થરાદ 108ને જાણ કરવામાં આવતાં ઇએમટી વિક્રમ પ્રજાપતિ અને પાયલોટ અરવિંદસિંહ સિસોદીયાએ તમામને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યા હતા. બનાવને પગલે બહોળી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.