કાર્યક્રમ:31 મીએ PM મોદી થરાદના મલુપુરમાં સભાને સંબોધશે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વહીવટી તંત્રએ સભાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. - Divya Bhaskar
વહીવટી તંત્રએ સભાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
  • બનાસકાંઠામાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ થશે

થરાદમાં આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી થતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થરાદ ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. મલુપુર હેલીપેડ ઉપર પ્રધાનમંત્રીની સભા સ્થળ નક્કી કરાશે. વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત નરેન્દ્ર મોદીના બનાસકાંઠાના થરાદના પ્રવાસનો તખ્તો ઘડાયો છે. જો કે આ વખતે ભાજપ પોતાની ગઢ જેવી બેઠક કબજે કરવાની રણનીતિના ભાગરૂપે વડાપ્રધાનનું આગમન જોવાઈ રહ્યું છે. મોદી થરાદ ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.

31 ઓકટોબરે વડાપ્રધાનના આગમનને પગલે ગુરુવારે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, સાંસદ પરબતભાઈ પટેલ સહિતના વહીવટી તંત્રએ સભાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. થરાદ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, થરાદ ડીવાયએસપી અને ભાજપના નેતાઓએ હેલિપેડ અને કૃષિ યુનિવર્સિટીની સભા સ્થળની જગ્યા પણ જોઈ હતી.

થરાદના મલુપુર હેલીપેડ ઉપર પ્રધાનમંત્રીની સભા સ્થળ નક્કી કરાશે. નોંધનીય છે કે થરાદના પ્રવાસે અગાઉ કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ 1971માં અને ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ મુલાકાત લીધી હતી. જ્યારે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત થરાદની મુલાકાત લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...