થરાદ પાલિકામાં વહીવટદાર તરીકે નિમાયેલા મામલતદારે ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા ગુરુવારે રોડ પર ઉતરીને અડચરણરૂપ તમામને બે દિવસમાં હટાવી લેવાની સુચના આપી હતી. અન્યથા કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
થરાદ નગરના મુખ્ય રાજમાર્ગો પર આડેધડ પાર્ક કરતાં વેપારીઓનાં બાઇકો, વેપારીઓ દ્વારા બહાર કાઢીને ગોઠવવામાં આવતો માલસામાન અને રસ્તામાં આડેધડ ઉભી રહેતી ફળ-ફ્રુટની લારીઓ અને શેરડીનાં કોલાં અને તેમાં પણ ગ્રામિણ ખરીદદારો કે અન્ય ચાલકો દ્વારા રસ્તા પર પાર્ક કરી દેવાતાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન કથળવા પામી છે.
તાજેતરમાં જૈન મહા મહોત્સવમાં લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે નગરમાં ભગવાનશ્રી રામનો ત્રિ-દિવસીય ભવ્ય પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ આગામી દિવસોમાં આયોજિત થઇ રહ્યો છે.
ત્યારે ટ્રાફિકની સમસ્યા વકરે તે પુર્વે તાજેતરમાં પાલિકાનો વહીવટદારનો ચાર્જ સંભાળનાર થરાદના મામલતદાર (નગરપાલિકા) દિલીપભાઈ દરજી વહીવટી સ્ટાફ સાથે ગુરુવારે તેમણે દુકાનદારો સહિત તમામ અડચણકર્તાઓને સુચના આપી બે દિવસમાં બહાર મુકેલ તમામ સરસામાન અને શેરડીનાં કોલાં સહિત તમામને કોઈપણ ટ્રાફીકને અડચણ બનશે તો કાયદેસરની કાર્યવાહી કરાશેની ચિમકી પણ આપી હતી. જોકે તાજેતરમાં જ થરાદ ડીવાયએસપી અને ચીફઓફીસરે પણ આવી જ સુચના આપી હતી. પરંતુ પરિસ્થિતી ઠેરની ઠેર રહેવા પામી હતી.તસવીર વિષ્ણુ દવે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.