થરાદની નર્મદાની મુખ્ય નહેરમાં ખાબકેલી એક નિલગાયને ઉંડા પાણીમાંથી બહાર નિકાળીને પાલિકાના તરવૈયાઓની ટીમે નવજીવન બક્ષ્યું હતું. થરાદની મુખ્ય કેનાલમાં ચુડમેર નીલગાય પાણીમાં પડી હતી. જેને એક રાહદારીએ જોઇ જતાં થરાદ નગરપાલિકાની ટીમને જાણ કરી હતી. આથી ફાયર ઓફિસર વિરમભાઇ રાઠોડ ટીમ સાથે તાબડતોબ નહેર પર દોડ્યા હતા. જ્યાં 10 ફુટ કરતાં પણ વધારે ઉંડા પાણીમાં બચવા માટે હવાતીયાં મારી રહેલી નિલગાયને બચાવવાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
સ્થાનિક માણસો સાથે મળીને રસ્સાની જીવના જોખમે તેને બહાર પણ કાઢી હતી. જો કે પાણીમાં કરતાં વધારે સમય બહાર નિકળવા માટે ઝઝુમવાના કારણે ખરીઓ અંબાઇ જતાં લપસી પડતી હતી. જેની પ્રાથમિક સારવાર બાદ ઝાડીમાં છોડી મુકાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.