અક્ષરને અજવાળે – કાવ્યગોષ્ઠિ:થરાદની M.S વિદ્યામંદિર દ્વારા નગરજનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું; કવિઓ દ્વારા કવિતા અને શાયરીઓની રંગત જામી હતી

થરાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદની M.S વિદ્યામંદિરે નગરજનો માટે અક્ષરને અજવાળે – કાવ્યગોષ્ઠિ નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વિશેષ કવિઓ ઉત્સાહભેર હાજર રહ્યાં હતાં. અને લોકોને શાયરી અને કવિતાઓ સંભળાવી વાતાવરણ રંગીન બનાવી દીધું હતું. જેમાં નગરજનોએ કવિતા અને શાયરીના રંગતની મજા માણી હતી. અને કાર્યક્રમમાં તમામ કવિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

થરાદની M.S. વિદ્યામંદિરે નગરજનો માટે શાળાના પટાંગણમાં બનાસી – કવિગણ દ્વારા “ અક્ષરને અજવાળે – કાવ્યગોષ્ઠિ" યોજાઈ હતી. જેમાં બનાસની ધરતીનાં અનમોલ રત્નો સમાન કવિઓ હાજર રહ્યા, જેમાં તગજીભાઇ બારોટ, વિકી ત્રિવેદી, ડો.શરદ ત્રિવેદી અને શિવમ વાવેચી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભીતર શું છે, ભેદ મળી ગયો, અક્ષરને અજવાળે ઉભા, જેમાં તને મથાળે ઉભા, અમે એમા વચગાળે ઉભા, અને સબંધમાં એ કારણે ફાવી ગયા તમે, તમને શરમ નથી અને હુ બે શરમ નથી. જેવી અનેક કવિતાઓ અને શાયરીઓની રંગત જમાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરબતકુમાર નાયી દ્વારા કરવામાં આવ્યું હતું. થરાદ નગરની કલા રસિક જનતા બહોળી સંખ્યામાં હાજર રહી હતી. અને M.S. વિદ્યામંદિરના પ્રમુખ વણાભાઇ રાજપૂતે તમામ માનવંતા કવિઓને સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...