હાલાકી:થરાદના ખોડાચેકપોસ્ટ નજીક પડેલા ખાડાઓથી વાહનચાલકો ત્રસ્ત

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ પંથકમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા પ્રાંતના માલવાહક વાહનોની બહોળા પ્રમાણમાં દિવસરાત અવરજવર રહે છે. તદુપરાંત અન્ય નાના-મોટા વાહનો પણ અરસપરસ એક બીજા રાજ્યમાં અવરજવર કરતા રહે છે. આ તમામને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેકઠેકાણે પડેલા ખાડાઓને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

થરાદના મેશરા ગામની સીમમાં રોડ વચ્ચે ન જોઈ શકાય તેવા ખાડાના કારણે દ્વિચક્રી વાહન ચાલકો સાથે ગંભીર દુર્ઘટનાઓ પણ બનવા પામી છે. ખોડા બોર્ડર નજીક રહેતા કાર ચાલક મહિપાલસિંહ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ખાડાઓ પડવા પામેલા છે. પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા તેને રિપેર કરવાની કામગીરી હાથ ધરાતી નથી કોઈ જીવલેણ દુર્ઘટનારૂપ બને તે પુર્વે હાઈવે વિભાગ દ્વારા સત્વરે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી અવરજવર કરતા આજુબાજુના ગ્રામજનો અને વાહન ચાલકોની પ્રબળ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...