થરાદ તાલુકાના દાંતિયા ગામના એક પરિવારના મંદિરમાંથી સોમવારે ધોળા દિવસે ગોગ મહારાજનું છત્ર, મંદિરમાં લગાવેલ કેમેરો ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દાતિયા ગામના કલાભાઈ જીવરાજભાઈ ચૌધરી (વાગડા) પરિવારના કુળદેવી ગોગા મહારાજ અને નકળંગ ભગવાનનું મંદિર ગામમાં આવેલ ઘરે આવેલું છે.
એક મહિના પહેલા તેમના આ મંદિરમાં ચોરી થતાં ચોરી કરનારને કોઈએ જોયેલ ન હોય ફરિયાદ કરી ન હતી. પરંતુ કુટુંબના માણસોએ ભેગા થઈ કેમેરો લગાવ્યો હતો. અને કેમેરાનું સીધું કનેક્શન તેમના પિતરાઈ અમરાભાઇ હીરાભાઈ પટેલના મોબાઇલમાં દેખાય તેવી રીતે ગોઠવણી કરી હતી.
જેમાં બપોરના અઢી વાગ્યાના સુમારે તેમના કુળદેવીના મંદિરમાં એક શખ્સ ચોરી કરવા આવેલો અજાણ્યો શખસ ચોરી કરતો કેદ થયેલો જણાયો હતો. જેણે સોમવારે બપોરના 2-15 વાગ્યાના સુમારે મંદિરમાં આવીને ગોગ મહારાજનું છત્ર તથા મંદિરમાં લગાવેલ કેમેરો પણ ચોરી કરીને લઈને જતો રહ્યો હતો. પરંતુ મંદિરમાં લગાવેલ કેમેરો ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. એક મહિના પહેલા આજ મંદિરમાં કુલ 400 ગ્રામ કિંમત રૂપિયા 15000 અને રોકડ આશરે 1500 ની ચોરી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.