થરાદમાં તસ્કરો ત્રાટક્યા LIVE CCTV:સાચોર હાઇવે પરની 5 દુકાનોમાં લૂંટફાંટ કરી; કેમેરા પણ કાઢી નાંખ્યા, પોલીસે સીસીટીવીને આધારે કાર્યવાહી હાથ ધરી

થરાદ11 દિવસ પહેલા

થરાદ શહેરમાં એકજ રાત્રે વિવિધ જગ્યાએ ત્રણ જેટલી જગ્યાએ તસ્કરો તરખાટ મચાવી ફરાર પોલીસે cctv આધારે તપાસ હાથ ધરી છે. થરાદ સાચોર હાઇવે APMCની બાજુમાં આવેલ અર્બુદા શોપિંગ સેન્ટરમાં રાત્રિના સમયે પાંચ દુકાનોની પાછળના ભાગેથી cctv કેમેરામાં ત્રણ ઈસમો નજરે પડી રહ્યાં છે. તે ઈસમો શટર તોડી cctv કેમેરાની તોડફોડ કરી તેમજ કેમેરા પણ ફેંકી દીધા હતા. અમુક cctv કેમેરાને મુવ પણ કરી પાંચ દુકાનોમાં અંદાજે રોકડ રકમ સહિત એક લાખ રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું દુકાન માલિકોએ જણાવ્યું હતું.

ગુનાની ઘટનાઓ વધતા પોલીસ એક્શનમાં આવી
​​​​​​
થરાદ પોલીસ મથકે દુકાનદારોએ મૌખિક રજુઆત કરતા થરાદ પોલીસ મથકના PI જેબી ચૌધરી પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી cctv ચેક કરી તપાસ હાથ ધરી છે ત્યારે શેણલ નગર સોસાયટીમાં આવેલ માતાજીના મંદિરે તરકરોએ પ્રવેશ કરી ભંડાર તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં નાસી છૂટ્યા હતા. ત્યારે પથ્થર સડક વિસ્તારમાં આવેલ એકજ લાઈનમાં ચાર મકાનોમાં પ્રેવેશી ભર નિંદ્રામાં સુતેલા પરિવાર સભ્યોના પલંગ પરથી મોબાઈલો તેમજ પાંચ હજાર રોકડ સાથે લેડીઝ પર્સ ઉઠાવી નાસી છૂટ્યા હતા. જેથી બનાવની પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પીઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી તસ્કરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ઝડપી કાર્યવાહીની માગ
થરાદ શહેરી વિસ્તાર દિવસેને દિવસે મોટો થતો જાય છે જેમાં તાલુકાના ગામો સહિત બોર્ડર વિસ્તાર હોવાથી અન્ય રાજ્યોની તપાસ કરવાની થતી હોવાથી પોલીસ માટે ઉંધ હરામ થઈ જાય છે. જેથી જિલ્લા પોલીસ વડાએ શહેરી વિસ્તાર માટે અલગ પોલીસ સ્ટેશન ફાળવવું જરૂરી છે. જેથી પોલીસને પેટ્રોલિંગ કરાવવામાં સરળતા રહે તેવું શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોની પ્રજા ઇચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...