બસની અનિયમિતતાથી મુસાફરો ભડક્યા:થરાદ ડેપોમાં ખોડા બોર્ડર બસની અનિયમિતતાના કારણે મુસાફરોએ બસો રોકી હોબાળો મચાવ્યો; પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ

થરાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ બસ ડેપોમાં ખોડા બોર્ડરની બસની છેલ્લા કેટલાય દિવસથી અનિયમિતતાના કારણે મુસાફરોએ બસો રોકી હોબાળો મચાવ્યો હતો. જો કે મુસાફરોએ બસોનો ચક્કાજામ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પાડ્યો
અંબાજી ભાદરવી પુનમના મેળા બાદ થરાદ ડેપોની ખોડા બોર્ડર બસ સમયસર ન આવતાં ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ અપડાઉન કરતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે થરાદથી ખોડા બોર્ડર જતી બસમાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા પાસવાળા મુસાફરોએ 30 મિનિટ સુધી બસો રોકી વિરોધ કર્યો હતો. જેમાં બસ ડેપોમાં બસોનો ટ્રાફિકજામ થવા પામ્યો હતો. તેને લઈને માહોલ વધુ બગડે તે પહેલાં બસ સ્ટેન્ડમાં ફરજ પરના કર્મચારીએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...