'આંતરરાષ્ટ્રીય બાલિકા દીવસ':થરાદ માર્કેટયાર્ડમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દીવસની ઉજવણી કરાઈ; મહિલા અને બાળવિકાસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએથી મોટી સંખ્યામાં બાલિકાઓ હાજર રહીં હતી. આ કાર્યક્રમની વિષયવસ્તુ છોકરા અને છોકરીઓ વચ્ચે રહેલી ડિજિટલ શિક્ષણ ક્ષેત્રેની ખામી ઓછી કરવાનો હતો. બાલિકા ઉત્સવ નિમિત્તે જિલ્લાના વિવિધ અગ્રણીજનોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

થરાદ તાલુકાના ગામડા અને થરાદ શહેરમાંથી મોટી સંખ્યામાં બાલિકાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં બનાસ બેંકના ડિરેક્ટર શૈૈલેષ પટેલને પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સિલર રેખાબેન પરમારે સન્માનિત કર્યા હતા. ત્યારબાદ કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ વક્તાઓ જેવા કે, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલ, અરુણાબેન, તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ. એચ.વી.જેપાલ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષ પટેલ, ભેમજી પટેલ, કલાવતીબેન રાઠોડ સહિત મહિલા આગેવાનો અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પોત-પોતાના વિચારોને વ્યક્ત કર્યા હતા.

પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સિલર રેખાબેન અને તેમની સમગ્ર ટીમ તેમજ મહિલા બાળ વિકાસની ટીમ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ છોકરીઓના અધિકારોને માન્યતા આપવા અને તેમની સામેના આગવા પડકારો અંગે જાગૃતિ કેળવવા, વર્ષ 2011માં આજના દિવસે દર વર્ષે 11મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાના ઠરાવને બહાલી આપી હતી. જ્યારે આ વર્ષની વિષયવસ્તુ છોકરાઓ અને છોકરીઓ વચ્ચેની ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે રહેલી ખામી ઓછી કરવાની હતી. આ દિવસ કન્યાના શિક્ષણના અધિકારો, સલામતી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંતે તમામ લોકોએ ભોજન ગ્રહણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...