થરાદના વારાખોડા ગામનો યુવક ઘરે હોવાની બાતમી મળતાં સોમવારે રાજસ્થાન પોલીસ ગામમાં આવી યુવકના પરિવારે મળીને પોલીસ સાથે ધક્કામુકી કરી અપશબ્દો બોલી યુવકને ભગાડી દઇ ફરીથી આવ્યા છો તો જોઇ લેવાની ધમકીઓ આપતા પોલીસે ખારાખોડાના ત્રણ પુરૂષ અને ત્રણથી ચાર મહિલાઓ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ તાલુકાના વારાખોડા ગામે રહેતા સુરેશ તલસારામ પટેલ સામે જાલોર જીલ્લાના પિંડવાડા પોલીસ મથકમાં ગત જાન્યુઆરી 2022માં એનડીપીએસ એક્ટનો ગુનો દાખલ થયો હતો. જે સુરેશભાઇ ગામમાં તેના ઘરે હોવાની બાતમી મળતાં સોમવારે સવારના સુમારે રાજસ્થાન પોલીસ ગામમાં ઘરે આવી હતી.
જો કે પોલીસે જોતાં આંગણામાંથી સુરેશભાઇ ભાગી છુટ્યો હતો. સુરેશભાઇનો ભાઇ મોતીભાઇ અને વેલાભાઇ તથા પિતા તળસારામ અને ત્રણથી ચાર મહિલાઓએ ધક્કામુક્કી કરીને અવરોધ ઉભો કર્યો હતો.આથી રાજસ્થાન પોલીસના હેડકોન્સટેબલ ઓમપ્રકાશ થાણા પિંડવાડાએ થરાદ મથકમાં મોતીભાઇ તળશાભાઇ પટેલ, વેલાભાઇ તળશાભાઇ પટેલ, તળશાભાઇ પટેલ અને ત્રણથી ચાર અજાણી મહિલાઓ સામે ગુનો નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.