• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Tharad
  • In The Vicinity Of Bhapi Village In Tharad, Fields Turned Into Bat Due To Negligence Of Narmada Canal Department; When It Was Time For The Farmers To Migrate, The Application Form Was Given

તંત્રની બેદરકારીથી ખેડૂતો બેહાલ:થરાદના ભાપી ગામની સીમમાં નર્મદા નહેર વિભાગની બેદરકારીના લીધે ખેતરો બેટમાં ફેરવાયા; ખેડૂતોને સ્થળાંતર કરવાનો વારો આવતાં આવેદનપત્ર આપ્યું

થરાદ25 દિવસ પહેલા
  • થરાદ ના ભાપી ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેર વિભાગની બેદરકારીના લીધે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતાં ખેડૂતોને સ્થળાંતર કરવાનો વારો આવતાં આવેદનપત્ર આપ્યું...

થરાદ તાલુકાના ભાપી ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેર તેમજ ગણેશપુરા માઇનોર 2 કેનાલમાં નર્મદા વિભાગની બેદરકારીના લીધે ખેડૂતોને પોતાના ખેતરો છોડી અન્ય જગ્યાએ વસવાટ કરવાનો વારો આવ્યો છે.

મુખ્ય નર્મદા નહેરમાં મુકેલા નાળામાંથી પાણી લીકેજ થતાં પિકઅપ સ્ટેન્ડની બાજુમાં આવેલ પશ્ચિમ દિશાના ખેતરોમાં પાણી ભરાતા સિમ ખેતરો સમુદ્ર સમાન બની જવા પામ્યાં છે. તેમજ મુખ્ય નર્મદા નહેર ડિસ્ટ્રી બ્યુટી કેનાલમાંથી ગણેશપુરા માઇનોર 2 કેનાલ પસાર થઈ રહી છે. જેની લેવલ વગરની કામગીરી કરી ગેરરીતિઓ આચરતાં ભાપી ગામની સિમથી આગળ પાણી જઇ શકતું નથી. જેથી માઇનોર કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં બે થી ત્રણ ફૂટ જેટલું ભરાઈ જતાં લગભગ 150 એકર જેટલી અલગ અલગ ખેડૂતોની ખેતીની જમીન બિન ઉપયોગી બની જવા પામતાં ખેડૂતોએ બનાવેલા રહેણાંક મકાનો છોડીને અન્ય જગ્યાએ રહેણાંકમાં જવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

ભાપીના ખેડૂતે જણાવ્યું હતું કે, નર્મદા નહેર પહેલાના સમયે અમારી સિમ ખેતરોમાં 150 ફૂટ તળ ઊંડા હતા. પરંતુ હાલમાં મુખ્ય નર્મદા નહેરમાં મુકેલા સોસ નાળાના લીધે પાણી લીકેજ થવાથી પશ્ચિમ દિશામાં આવેલા ત્રણ કિલોમીટર સુધીના ખેતરોમાં બે-થી ત્રણ ફૂટ જેટલું ચારેકોર પાણી ભરાયેલું રહે છે. જેથી અમારા ગામના ખેડુતોને ખેતીની જમીન ખેતી લાયક નહિ રહેતાં પોતાના ખેતરો છોડી બીજે રહેવાનો વારો આવ્યો છે. આથી છેલ્લા કેટલાક સમયથી નર્મદા વિભાગ તેમજ સ્થાનિક રાજકીય નેતાઓને રજૂઆતો કરવા છતાં હજુ સુધી અમોને આ બાબતે ન્યાય નહિ મળતાં નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી અમોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...