કેનાલ કાળ બનીને આવી:થરાદના જાદલા પાસેની મુખ્ય કેનાલમાં આધેડ પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થયા, ભારે જહેમત બાદ લાશ મળી આવી

થરાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગની ટીમ સહિત તરવૈયાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહને બહાર કાઢ્યો

થરાદના જાદલા પાસેની મુખ્ય કેનાલમાંથી બીયોકના આધેડની લાશ મળી આવી હતી. સૂત્રોના આધારે આધેડનો પગ લપસી જવાથી પાણીમાં ગરકાવ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

પગ લપસી જવાથી પાણીમાં ગરકાવ થયા
મુખ્ય કેનાલમાંથી જાદલા પુલ નજીક આધેડ પાણી પીવા જતાં પગ લપસી જવાથી પાણીમાં ગરકાવ થવાનો કોલ મળતા થરાદ પાલિકાની ફાયર વિભાગની ટીમ સહિત તરવૈયા સુલતાન મીરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જેના પગલે તેમના પરિવારને જાણ કરાઈ હતી. આ ઇસમ વાવ તાલુકાના બીયોક ગામના ઠાકોર ધીરાભાઇ હેમા ભાઇ, ઉંમર વર્ષ 56 હોવાનું જાણવા મળ્યું હતું. જે કે આ ઘટનાની કોઇ ફરિયાદ નોંધાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...