ગણેશ મહોત્સવની ઉજવણી:થરાદમાં ગણેશ ઉત્સવમાં ધારાસભ્ય સહિત નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહી સંધ્યા આરતીનો લ્હાવો લીધો

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિઘ્ન હર્તા ગણેશ મહોત્સવ આમતો મહારાષ્ટ્રમાં મરાઠીઓનો ઉત્સવ માનવામાં આવે છે. પરંતુ ધીમે ધીમે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગણેશ ચતુર્થીના રોજથી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સરહદી વિસ્તારમાં થરાદમાં આવેલ ગણપતિ મંદિર ખાતે ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવાય છે.

ગણેશ ઉત્સવમાં સોમવારની રાત્રે થરાદ ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ પતિ અને પાલિકા સદસ્ય દીપકભાઈ ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, ગૌપ્રેમી રામભાઈ રાજપૂત, રામભાઈ મહેશ્વરી સહિત નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહી સંધ્યા આરતીનો લાભ લીધો હતો. જેમાં ગણેશ મંડળ દ્વારા આવેલ તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવમાં જાણે નવલી નવરાત્રી આવી હોય તેમ સોસાયટીના રહીશો સહિત આજુબાજુ માંથી લોકો ગરબે ઘમુતા હોય છે, ત્યારે ગણપતિ બાપાના ઉત્સવમાં સાત દિવસ સુધી લોકો ઉત્સવ મનાવે છે.

અન્ય સમાચારો પણ છે...