શિવનગર વિસ્તારમાં બુટલેગરો દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતાં કેટલાક યુવાનો મોતને ભેટી જતાં દારૂએ મહિલાઓનું સુહાગન લૂંટવી લીધું છે. શિવનગર ત્રણ રસ્તા તેમજ ટુ વહીલરો પર દારૂની હોમ ડિલિવરી કરવામાં આવે છે. જેથી આજે કરુણા ફાઉન્ડેશનની કાર્યકર સહિત વિસ્તારની મહિલાઓ પોતાના પરિવાર સાથે સુહાગની ચીજ-વસ્તુઓ સાથે 'દારૂ બંધ કરો' ના નારા સાથે નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એએસપી પૂજા યાદવને લેખિત રજુઆત કરવા પહોંચી હતી. જેમાં એએસપી હાજર જોવા નહીં મળતાં મહિલાઓએ નાયબ પોલીસ અધિક્ષક કચેરી પ્રાંગણમાં બેસી પૂજા યાદવને રૂબરૂ રજુઆત કરવાની અડગ માંગ સાથે બેસી પોલીસ મથકમાં 'પોલીસ હપ્તા લેવાનું બંધ કરો', 'પોલીસ તંત્ર ભાનમાં આવો', 'દારૂ બંધ કરાવો'ના નારા લગાવ્યાં હતા. શિવનગરમાં દારૂ બંધ કરાવવા મામલે મહિલાઓ આજે રણચંડી બની હતી. શિવનગર વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવા મહિલાઓએ માંગ કરી હતી.
પોલીસ તંત્ર ભાનમાં આવોના સુત્રોચાર કર્યા
થરાદ નાયબ પોલીસ અધિક્ષક (ASP) પૂજા યાદવ હાજર ન મળતાં તમામ મહિલાઓ અડગ રહી થરાદ નાયબ પોલીસ અધિક્ષક આગળ બેસી ગઈ હતી અને જ્યાં સુધી ઉચ્ચ અધિકારી આવેદનપત્ર સ્વીકારી દારૂ બંધ કરવાની ખાતરી આપશે ત્યારે જ મહિલાઓ પરત ફરશે તેવું જણાવ્યું હતુ. બોટાદમાં બનેલો લઠ્ઠાકાંડના બનાવ બાદ રાજ્યમાં ઠેરઠેર દારૂ બંધ કરાવવાની માંગ ઉઠી છે. ત્યારે આજે શિવનગરની મહિલાઓ જાગૃત બનીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
પોલીસ મથકે પહોંચી ASPને આવેદનપત્ર આપ્યું
શિવનગર વિસ્તારમાં ઠેર-ઠેર ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના કારણે કોઈના પતિ તો કોઈકનો લાડકવાયો પુત્ર તેમજ વ્હાલસોયો ભાઈ વિસ્તારની મહિલાઓ ખોઈ બેસતાં આજે શુક્રવારે મહિલાઓએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરી દારૂનું વેચાણ થતું બંધ કરાવવા બુટલેગરો સામે રોષ વ્યકત કરી મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કરી પોલીસ મથકે રજુઆત કરવાપહોંચી હતી. રજુઆત કરવા પહોંચેલી મહિલાઓ એએસપી માટે બે કલાક કલાક સુધી અડગ રહેતાં આખરે (asp) પૂજા યાદવ આવી પહોંચતાં મહિલાઓની રજુઆત સાંભળી આવેદનપત્ર સ્વીકારી દારૂ બંધ કરાવવાની ખાત્રી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.