કાર્યવાહી:થરાદમાં LCBએ 1596 બોટલ વિદેશી દારૂ સાથે બેને દબોચ્યા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી જીપમાં દારૂ ભરી લઇ જઇ રહ્યા હતા

થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી જિલ્લાની એલસીબી પોલીસે બાતમીના આધારે 1596 બોટલ વિદેશી દારૂ ભરેલી એક જીપને કચ્છના બે શખસો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ વિસ્તારમાં એલસીબીના પ્રકાશચંદ્ર અમૃતલાલ, ઇશ્વરભાઇ હરસીંગાભાઇ, અરજણાજી સ્વરૂપાજી, પ્રકાશભાઇ માવજીભાઇ પેટ્રોલીગમાં હતા. રાજસ્થાન તરફથી એક જીપમાં વિદેશી દારૂ લવાઇ રહ્યો હોવાની બાતમી મળતાં વૉચ ગોઠવી નાકાબંધી કરી હતી.

જીજે-12-એકે-8750 નંબરની જાયલો જીપને અટકાવી તલાશી લેતાં વિદેશી દારૂની 43 પેટીમાંથી 1596 બોટલ ભરેલી મળી હતી. 1,76,376 દારૂ 3,00,000 ની જીપ અને 10,000 નો મોબાઇલ મળી રૂપિયા 4,86,376ના મુદ્દામાલ સાથે જીપ ચાલક અજીતસિંહ કનુભા જાડેજા તથા રૂપસંગ દેવુભા સોઢાનલીયાટીબા, તા.રાપર, જિ.કચ્છ)ને ઝડપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...