સંસ્કૃતીના પ્રચાર માટે અનોખી પહેલ:થરાદમાં ભારત વિકાસ પરીષદ દ્વારા 'ભારત કો જાનો' પુસ્તક પરીક્ષા વિવિધ સ્કુલોમાં યોજાઇ

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત વિકાસ પરીષદ થરાદ શાખા દ્વારા બાળકોમાં સંસ્કારોનું સીંચન થાય, રાષ્ટ્ર ભાવના કેળવાય અને ભારતના ભવ્ય ઇતીહાસથી વિદ્યાર્થી અવગત થાય તે માટે દર વર્ષે ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં એક સપ્તાહ પહેલા ભારત વિકાસ પરીષદના 'ભારત કો જાનો' ના સંયોજક વિપુલભાઇ ચૌધરી તેમજ સહ-સંયોજક ગૌરવભાઇ પટેલ દ્વારા થરાદ તાલુકાની પ્રાથમીક અને માધ્યમીક એમ કુલ 13 સ્કુલોના 1100 વિદ્યાર્થીઓને ભારત કો જાનો પુસ્તક અભ્યાસ માટે આપવામાં આવે છે. જેમાં સંસ્કાર, સંસ્ક્રુતી અને ઇતિહાસને લગતા પ્રશ્ન હોય છે. જે વિદ્યાર્થી પુસ્તક વાંચી અને તેની પરીક્ષા આપતા હોય છે. આ પરીક્ષામાં સુપરવિઝનમાં ભારત વિકાસ પરીષદના સભ્યો હાદર રહ્યાં હતા. પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં પુરૂ થઈ હતી.

જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અવલ્લ આવશે તેમની મૌખીક પરીક્ષા તાલુકા કક્ષાએ અને ત્યારબાદ પ્રાંતકક્ષાએ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરીષદના પ્રમુખ જયદિપભાઇ સોની, મંત્રી ડો.હિતેંદ્ર શ્રીમાળી, સંજયભાઇ ત્રીવેદી અને જે.પી.જોશીએ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...