યુવાનોની સરાહનીય કામગીરી:થરાદમાં લંપી રોગ સામે રક્ષણ આપે તેવા આયુર્વેદિક લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદના મોરીલામાં યુવક મંડળ દ્વારા ગૌ શાળાની ગાયોને લંપી રોગ સામે રક્ષણ મળી રહે તેવા આર્યુવેદીક લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા. લંપી નામના રોગે હાલમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે તેને રોકવા તંત્ર તેમજ લોકો સખ્ખત મહેનત કરી રહ્યા છે.

થરાદ તાલુકાના મોરિલા ગામે આવેલ નીલકંઠ ગૌશાળામાં અને ગામમાં રખડતી ગાયોને મોરીલા યુવક મંડળ દ્વારા લાડવા બનાવી અને તેની અંદર લંપી વાયરસને રોકી શકે તેવી દવાઓ સાથે મિલાવીને ખવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...