ભગીરથ કાર્યને ગામલોકોએ બિરદાવ્યું:થરાદમાં ડોક્ટરે પોતાના ગામમાં 111 પીપળનું વાવેતર કરી શ્રાવણમાં પુણ્ય મેળવ્યું

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પવિત્ર શ્રાવણ માસમાં લૂણાલ ગામના વતની અને અત્યારે થરાદ ખાતે ક્રિષ્ના હોસ્પીટલના માલિક કરશનભાઈ પટેલ દ્વારા આજે રવિવારના સમયનો સદઉપયોગ કરી પોતાના જ ગામમાં નિર્મિત પીપળ પરિસરમાં 111 પીપળનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે થરાદ તાલુકાના યુવા નેતા શૈલેષ ભાઈ પટેલ, થરાદ તાલુકા વિસ્તારક હર્ષભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય રૂપશીભાઈ પટેલ તથા અન્ય આમંત્રિત મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો, લુણાલ પ્રાથમિક શાળા પરિવાર, બનાસ ડેરી તથા ક્રિષ્ના હોસ્પીટલ થરાદનો સ્ટાફ અને પરિવાર ઉપસ્થિત રહી આ ભગીરથ કાર્યને ગામલોકોએ પણ બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...