દંડ:થરાદમાં પરવાનગી વગરના ફટાકડાની 17 દુકાનોમાં તપાસ, 7 હજાર દંડ વસુલ્યો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત, મામલતદાર અને ચીફઓફીસરની સુચના મુજબ કાર્યવાહી

તાજેતરમાં ડીસા ઉપરાંત રાજ્યમાં બનેલી ફટાકડાથી આગ અક્સ્માતની ઘટનાના પગલે પ્રાંત કચેરી, મામલતદાર અને ચીફ ઓફીસરની સુચના મુજબ પાલિકાની ફાયર ટીમે તપાસ હાથ ધરતાં તમામ વેપારીઓ પરવાના વગર ધંધા કરતાં અફરા-તફરી સાથે દોડધામ મચવા પામી હતી. ટીમ દ્વારા વહીવટી ચાર્જ વસુલાયો હતો.

ચીફ ઓફીસરની સુચનાને પગલે ફાયર ઓફીસર વિરમ રાઠોડ દ્વારા રવિવારે તપાસ હાથ ધરવામાં આવી હતી.જો કે કેટલીક દુકાનોમાંથી બીલ વગરના ફટાકડા વેચાતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. ફાયર ઓફીસરે જણાવ્યું હતું કે તેમણે સાંજ સુધીમાં હાથ ધરેલી તપાસમાં 17 દુકાનો અને સ્ટોલ પૈકી એક પણ વેપારી દ્વારા પરવાનગી લેવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. આથી પાલિકા દ્વારા તેમની પાસેથી 7000 જેટલા દંડની પણ વસુલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...