ફરિયાદ:થરાદના શિવનગરમાં સામાન્ય બાબતે ત્રણ વ્યક્તિ પર પાડોશીએ કુહાડીના ઘા માર્યા

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનનું કાઉન્ટર તોડી નુકસાન કરતાં ફરિયાદ નોંધાઈ

થરાદના શિવનગરમાં પડોશી યુવકે સામાન્ય બાબતે બોલાચાલી કરી એક પરિવારના મહિલા સહિત ત્રણ સભ્યો પર કુહાડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.તેમજ દુકાનમાં તોડફોડ કરી નુકશાન કરતાં ફરિયાદ નોંધાવી હતી.

થરાદના શિવનગરમાં રવિવારની રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે હીરાભાઈ દયારામભાઈ રાઠોડ ઘર આગળ રહેલી કરિયાણાની દુકાને પુત્ર દિલીપકુમાર બહારના ભાગે ઉભેલ હતો.દરમિયાન પાડોશી વિક્રમભાઈ કરશનભાઈ રાઠોડ વખતે હાથમાં કુહાડી લઈ આવેલ અને કહેલ કે, તું અહીં કેમ નશો કરીને મારી દુકાન આગળ આવેલ છે તેવું કહેતાં તે એકદમ ઉશ્કેરાઈ અપશબ્દો બોલી તેને મારવા લાગ્યો હતો. આથી પિતાએ અપશબ્દો બોલવાની ના પાડતાં વધુ ઉશ્કેરાઇને હાથની કુહાડી વિક્રમના માથામાં ફટકારી હતી.

આથી વધુ હોબાળો થતાં દોડી આવેલા વિક્રમના પિતાજી કરશનભાઈએ બંન્ને પિતાપુત્ર સાથે ઝપાઝપી કરી હતી. વધુ ઝઘડો થતાં નાનાભાઈ લીલાધરભાઇ દયારામભાઈ રાઠોડ અને પિતરાઈ બહેન સંતોકબેન કાનજીભાઈ બોચિયા દોડી આવતાં વિક્રમે બંન્નેના માથામાં કુહાડીઓ ફટકારી હતી. ઉપરાંત કરિયાણાની દુકાનમાં તોડફોડ કરી સરસામાન વેરવિખેર કરી નુકશાન કર્યું હતું. હીરાભાઈ દયારામ ભાઈ રાઠોડે વિક્રમભાઈ કરશનભાઈ રાઠોડ તથા કરશન ભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...