લમ્પી સામે લોકોએ બાથ ભીડી:થરાદ તાલુકાના ડોડગામમાં સ્થાનિક મંડળ દ્વારા લમ્પીની વેક્સીન આપવામાં આવી, સંક્રમિત ગાયોની સારવાર કરાઈ

થરાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકળીયા ગોગા મંડળે કરેલી અબોલ પશુઓ માટે જીવદયાના કામની ખૂબ જ પ્રશંસા થઇ

સમગ્ર ગુજરાતમાં પશુઓમાં જોવા મળતા લમ્પી રોગની મહામારીને ધ્યાનમાં રાખી સરકાર તેમજ વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. તેમજ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ રાજ્યના મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરેલી છે. ત્યારે ડોડગામમાં ચાલતા “ આકળીયા ગોગા મંડળ “ દ્વારા ગામની રખડતી ગાયોને ભેગી કરીને લમ્પી રોગની વેક્સિન આપવામાં આવી હતી. ઉપરાંત જે ગાય લમ્પી રોગથી સંક્રમિત છે તેમની સારવાર કરવામાં આવી હતી અને તેના માટે આયુર્વેદીક ખાણ પણ ગામના વડીલોની સલાહ થી જાતે જ તૈયાર કરી આપવામાં આવ્યુ હતું.

અબોલ પશુઓ માટે જીવદયાના કામની ખૂબ જ પ્રશંસા થઇ
આ પ્રવૃત્તિથી નાના ગામડાના એક મંડળે ઉદાહરણ પૂરું પાડ્યું કે બધો જ આધાર સરકાર પર ન રાખતા આપણે જાતે પણ લોક ભાગીદારીથી સારૂ કામ કરી પુણ્ય મેળવી શકાય છે. વોટ્સઅપ પર તેમજ ફેસબુકમાં આકળીયા ગોગા મંડળ દ્વારા કરવામાં આવેલા આવા અબોલ પશુઓ માટે જીવદયાના કામની ખૂબ જ પ્રશંસા થઇ હતી અને તેમને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...