હત્યાનો પ્રયાસ:ધાણા ગામે છેડતીનો ઠપકો આપતાં જીપથી ટક્કર મારી 20 ફૂટ ઘસડ્યો

થરાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા શખસે પાઇપ મારી: હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

લાખણીના ધાણામાં મહિલાની છેડતી બાબતે ઠપકો આપવા જતાં બે શખસોએ મળીને જીપની ટક્કરથી મોટરસાયકલને ટક્કર મારી 20 ફુટ ઘસડીને એકને બેભાન કર્યો હતો. તેમજ બીજા પર પાઇપ વડે હુમલો કર્યો હતો.આગથળા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ધાંણા ગામના તાજાભાઇ આદાભાઇ સુથારે ગામના એક રહીશની પત્નીની છેડતી કરી હતી. આથી તેમના ભાઇ ઉત્તમભાઇ ડુંગરાજી સુથારે તાજાભાઇને ઠપકો આપ્યો હતો. જેનું તાજાભાઇએ મનદુઃખ રાખ્યું હતું.જેની વચ્ચે ગત બુધવારના સાંજે તાજાભાઇ ચરામાં જીપનંબર જીજે 01 કેસી 3278 લઇને ઉભેલ હતા.

આ વખતે ઉત્તમભાઇ ડુંગરાજી સુથાર અને કાન્તીભાઇ પટેલવાસ તરફથી કાચા રસ્તાથી મોટરસાયકલ પર આવી રહ્યા હતા. આ વખતે લાગ જોઇને તાજાભાઇએ મારી નખવાના ઇરાદે જીપથી મોટરસાયકલને ટક્કર મારી 20 ફુટ ઢસડ્યું હતું. જેના કારણે તેમને ડાબાપગમાં તથા છાતીમાં ઇજાઓ થતાં બેભાન થવા પામ્યા હતા.

આ વખતે મંગળાભાઇ લુંબાજી સુથારે જીપમાંથી ઉતરીને પાઇપ વડે કાંતીભાઇ પર હુમલો કર્યો હતો.જો કે માથામાં મારવા જતાં કાંતીભાઇએ તેને પકડી લઇ બુમાબુમ કરતાં બંન્ને જણા જીપમાં બેસીને નાસી છુટ્યા હતા.જ્યારે બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે આગથળા પોલીસ મથકમાં ઉત્તમભાઇ સુથારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્ને સામે છેડતી અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ આગથળા પીએસઆઇ પીએન જાડેજાએ હાથ ધરી હતી. આ બનાવથી ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...