હુમલો:ચુડમેરમાં જમીનની હદની અદાવતે પિતરાઈઓ બાખડ્યા, આઠને ઇજા

જુનાડીસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકમાં 10 વ્યક્તિઓ સામે સામસામી ફરિયાદ

થરાદ તાલુકાના ચુડમેર ગામમાં જમીનની અદાવતે બે પિતરાઇ પરિવારો વચ્ચેનો ઝગડો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં 8 ને ઇજા થવા પામી હતી. થરાદ પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો લઈ દસ સામે ગુનો દાખલ કર્યો હતો.

મોંઘીબેન વિનોદભાઈ વરણ તેમના પતિ વિનોદભાઈ સાથે રવિવારે બપોરના ત્રણ વાગ્યાના સુમારે ભેંસો સારું ઘાસચારો લેવા નવડવાળા ખેતરે ગયા હતા. આ વખતે ખેતરની બાજુમાં તેમના પતિના પિતરાઈ ભાઈ પીરાભાઈ કુંવરાભાઈ, નરેશભાઈ પીરાભાઇ, મનુભાઈ પીરાભાઇ તથા કીર્તિભાઇ પીરાભાઇ તેમના ખેતરે હાજર હતા. બંને વચ્ચે જમીનની હદનો વિવાદ હોઇ તેમને જોઈને અપશબ્દો બોલી અહીં તારા બાપની જમીન નથી, તું કેમ ખેતરમાં આવ્યો છે તેમ કહી લાકડી ધોકા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ વખતે નભાભાઈ કુંવરાભાઈ તથા દિનેશભાઈ નભાભાઇ પણ મારવા લાગ્યા હતા. આથી બુમો પાડતા તેણીની સાસુ માંનીબેન તથા તેમના ચારેય બાળકો દોડતા છોડાવવા જતાં તેમને પણ મુઢ માર માર્યો હતો. ઝગડામાં 2500 રૂપિયા પણ પડી જવા પામ્યા હતા. વિનોદભાઈને બંને હાથે ઈજાના કારણે લોહી આવતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા દોડી આવ્યા હતા. પોલીસે છ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી બાજુ નભાભાઇ કુંવરાભાઇ વરણ પુત્ર દિનેશભાઈ સાથે ખેતરમાં પાણી વાળતા હતા. આ વખતે તેમના મોટા ભાઈનો દીકરો વિનોદભાઈ,તેની પત્ની મોંઘીબેન, માતા માંનીબેન, પિતા જેરામભાઈ ચારેયે વિનોદભાઈએ દારૂ પીવાના પૈસા આપો તેમ કહી ઝગડો કર્યો હતો. બોલાચાલી કરી તેમજ કપાળ પર ધોકો ફટકાર્યો હતો. મોંઘીબેન તથા માંનીબેને ગડદાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...