જો આખું ભારત રાત્રિભોજન ત્યાગ કરે તો ભારત સરકારનું આરોગ્ય બજેટ અડધું થઈ જાય તેમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ થરાદમાં થરાદમાં ઋુણ સત્કાર મહોત્સવમાં ગચ્છાધિપતિના નગર પ્રદેશ કાર્યક્રમમાં જણાવ્યું હતુ.
થરાદમાં ગચ્છાધિપતિશ્રી નિત્યસેનસુરીજી આદી સાધુ સાધ્વીજીનો ભવ્ય પ્રવેશ થયો હતો.થરાદમાં પુણ્ય સમ્રાટ શ્રી જયન્તસેન સુરિશ્વજીએ અનેક અનુષ્ઠાન કરાવ્યા હતા. જેઓ આજથી છ વર્ષ પહેલા રાજસ્થાનમાં કાળધર્મ પામ્યા હતા. ગુરુના ઉપકારો યાદ રાખીને શ્રી થરાદ સંઘે શ્રી જયન્તસેન સુરિજીના ભવ્ય ગુરુ મંદિરનું નિર્માણ કર્યું હતું.
જેની પ્રતિષ્ઠા તારીખ 9/ 3/ 2023 ના રોજ યોજાનાર છે. જેને અનુલક્ષીને પુજ્ય વાર્તમાન આચાર્યશ્રી નિત્યસેનસુરીજી મહારાજ આદિ ઠાણાનો રવિવારે ભવ્યાતિભવ્ય રીતે નગર પ્રવેશ થયો હતો. રવિવારથી શરૂ થયેલો મહોત્સવ પાંચ દિવસ ચાલશે. આ અવસરે ઉપસ્થિત થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જો આખું ભારત રાત્રિભોજન ત્યાગ કરે તો ભારત સરકારનું આરોગ્ય બજેટ અડધું થઈ જાય, હું પણ રાત્રે ખાવું પસંદ કરતો નથી.બીજી બાજુ થરાદમાં અંદર 45 વર્ષનું સંયમ જીવન પાળનાર, 82 વર્ષીય સાધ્વીજી હિતપ્રજ્ઞાશ્રીજી કાળધર્મ પામ્યા હતા. સાંજે તેમની પાલખી યાત્રા નીકળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.