હાલાકી:થરાદની નહેરમાં ઠલવાતાં ગંદા પાણીથી 120 ગામોના લોકોના આરોગ્યને ખતરો

થરાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર અને થરાદ,વાવનાં ગામોને નર્મદાનું પાણી પીવા માટે અપાય છે

થરાદ તાલુકાના ગામોમાં ભરાયેલા વરસાદી ગંદા પાણીનો નિકાલ તંત્ર દ્વારા થરાદની નર્મદા નહેરમાં કરવામાં આવી રહ્યો છે. જે નહેરનું પાણી થરાદ શહેર અને થરાદ, વાવ તાલુકાનાં 119 ગામો ઉપરાંત રાજસ્થાનની પ્રજા પીવા માટે પણ કરતી હોઇ આવા બંધીયાર અને દુષિત પાણીથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થવા ઊપરાંત ગંભીર બીમારીઓ ફેલાવાની દહેશત પણ ઊઠવા પામીછે.સિંચાઇ વિભાગના ના.કા.ઇ.ને પુછતાં તેમણે આવી કોઇ ફરિયાદ નહી કરતું હોવાનું જણાવ્યું હતું.

થરાદ તાલુકમાં ગત જુલાઇ - ઓગસ્ટના દિવસોમાં આવેલ વરસાદનાં પાણી ડોડગામ અને નાગલાની સીમમાં ભરાવા પામ્યાં હતાં.તેમજ નર્મદાનાં પાણીના કારણે તળ ઉંચા આવતાં સરવાણી બનેલા પાણીના નિકાલનો અન્ય કોઇ વિકલ્પ નહી હોવાના કારણે સિંચાઇ વિભાગ દ્વારા થરાદની નર્મદાવિભાગની મુખ્ય નહેરમાં તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. થરાદની નર્મદા નહેર પર સાધનો ગોઠવીને પાણી ખેંચીને અવિરત નહેરમાં ઠાલવવામાં આવી રહ્યું છે.

પરંતુ આ પાણી તળીયે ચીકણી માટી અને લીલ સેવાળના કારણે શોષાવાને બદલે દિવસે દિવસે કોહવાઇને જાડું બની રહેલું છે. અને અન્ય પ્રકારની ગંદકીના કારણે કોહવાઇને તીવ્ર વાસ પણ મારી રહ્યુ છે.બીજી બાજુ આ નર્મદાનું પાણીને મોટર વાટે ખેંચીને થરાદ નગરપાલિકા દ્વારા શહેરને અને પાણીપુરવઠા બોર્ડ દ્વારા થરાદ વાવ તાલુકાનાં 119 ગામોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે.ગુજરાતની સરહદે રાજસ્થાનના ખેડુતો પણ ઉપયોગ કરી રહ્યા છે.

જેની વચ્ચે થરાદ શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જો કે આવું દુષિત અને ગંદું પાણી પીવાલાયક નહી હોવાથી પ્રજાના આરોગ્ય માટે ખતરનાક બિમારીઓનું કારણ પણ બની શકે તેમ છે.આથી તંત્ર દ્વારા આ પાણીના નિકાલનો બીજો કોઇ વિકલ્પ ન હોયતો મુખ્ય નહેરના બદલે માયનોર કેનાલમાં નાખવામાં આવે તેવી માંગણી પણ ઊઠવા પામીછે.

અન્ય સમાચારો પણ છે...