હુમલો:ડીસાના રમુણમાં પૈસા નહીં આપતાં કુહાડીનો ઘા કર્યો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હુમલો કરનાર લાલાજી ઠાકોર સામે ગુનો નોંધ્યો

ડીસા તાલુકાના રમુણમાં એક શખ્સે બીજા પાસે પૈસાની માંગણી કરી ઉશ્કેરાઈ અપશબ્દો બોલી કુહાડી ફટકારતાં ઇજા થઈ હતી. આગથળા પોલીસે હુમલો કરનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રમુણમાં વાઘાભાઈ મફાજી ઠાકોર (મેનાતર) અને સંજયભાઇ બાબુભાઇ ઠાકોર ગત બુધવારના સાંજના છ વાગ્યાના સુમારે રાજુજી મનસુખજી ઠાકોરની દુકાન પાસે બેઠેલ હતા. આ વખતે ગામનો લાલાજી ભેરાજી ઠાકોર પોતાના હાથમાં કુહાડી લઈને તેની પાસે આવીને પૈસા માંગ્યા હતા.

આથી વાઘાભાઇએ તેને તું મારી પાસે શાના પૈસા માંગે છે તેમ કહેતા લાલાજીએ હું કહું એટલે પૈસા આપી દેવાના તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. તેમ કરવાની ના પાડતાં ઉશ્કેરાઇને તેણે ડાબા હાથના કાંડા પર કુહાડી ફટકારી હતી. આથી લોહીયાળ ઇજા થવા પામી હતી. જો કે આ વખતે સંજયભાઇએ વચ્ચે પડી છોડાવ્યો હતો. જતાં જતાં હું જ્યારે પૈસા માંગુ ત્યારે તું મને નહીં આપે તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપતો ગયો હતો. ઇજાગ્રસ્તને રમુણ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ધાનેરા ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...