ફરિયાદ:પત્નીની સાથે ફોનમાં વાત કરવા બાબતે કહેવા જતાં ધમકી આપી

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંતડાઉના યુવકને પરેશાન કરતા શખસ સામે ફરિયાદ

થરાદના વાંતડાઉના યુવકની પત્ની સાથે પાલનપુર તાલુકાનો યુવક વાતચિત કરતો હોઇ તેના મોટાભાઇને કહેવા જતાં તેણે મારો ભાઇ તેની સાથે વાત કરશે તેમ જણાવી યુવકને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

24 માર્ચ-2022ના અગિયારથી બાર વાગ્યાના સુમારે થરાદ તાલુકાના વાંતડાઉ ગામનો યુવક પોતાના ઘરે હતો. ત્યારે પાલનપુર તાલુકાના ખરોડીયા ગામના હરેશભાઇ ગણેશભાઇ રાતડા (ચૌધરી) નો તેમના નંબર પર ફોન આવ્યો હતો. આ હરેશભાઇનો નાનોભાઇ વિપુલ વાંતડાઉ ગામના યુવકની પત્ની સાથે વાતચીત કરતો હોઇ આડાસંબંધ હોવાનો શક જતાં તેમણે તેમને વાત કરી હતી. આથી હરેશભાઇ ફોનમાં જેમ તેમ બોલવા લાગ્યો હતો. જેથી તેમ કરવાની ના પાડતાં હરેશભાઇએ ઉશ્કેરાઇને તમારાથી જે થાય તે કરી નાખજો મારો ભાઇ તેની સાથે વાત કરશે.

અને તું મને ક્યાંય એકલો મળતો નહી, નહીં તો તને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યાર પછી પણ અવારનવાર હરેશભાઇ ફોન કરીને ધમકીઓ આપતો હોઇ યુવકે પરિવારને આ અંગે વાત કરી હતી. અને મોબાઇલમાં ફોન રેકોર્ડીંગ સાથે થરાદ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે હરેશભાઇ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...