ગૌ ભક્તોએ ધન્યતા અનુભવી:થરાદના કરબૂણ ગામથી ગૌ રજ રથયાત્રાનો પુજય નાગરવનજી મહારાજના વરદ હસ્તે શુભારંભ કરાયો

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના અને રાજસ્થાનની સરહદે આવેલ વિશ્વની સૌથી મોટી ગૌશાળા પથમેડાના પરમ પૂજ્ય સંત દત શરણાનંદજી મહારાજ દ્વારા સાબરમતી નદીના તટે ગૌ સુરભી પીઠનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે કરબુણ ગામેથી સુરભી રજ રથનો કરબુણ ગામેથી સંત શ્રી 1008 નાગરવનજી મહારાજ તેમજ ભાપી ગામના સંત અંકીતપુરીજી મહારાજ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રારંભે કમલેશભાઈ શાસ્ત્રીએ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું. પુજ્ય નાગરવનબાપુ તેમજ કરબુણ ગામલોકો તેમજ આજુબાજુની ધર્મ પ્રેમી ભક્તો તેમજ સ્થાનિક એવા ભોરોલ ગામના ગૌ ભક્ત રામભાઇ રાજપૂત, ચૌહાણ જબ્બર સિંહે ગૌરજને કળશમાં પધરાવી ગૌ પુજન કરીને પુજ્ય નાગરવનબાપુ દ્વારા ગૌ રજ મસ્તક પર ધારણ કરી અને ગૌ રજ ગૌ રથમાં બિરાજમાન કરીને આશીર્વાદ લઈ અને ગૌ રથને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. આપણા થરાદ તાલુકાની જવાબદારી પરમ પૂજ્ય સંત અંકીતપુરી બાપજી ભાપીએ લીધી છે. પુજ્ય અંકીતપુરી બાપુ થરાદ તાલુકાના દરેક ગામ જઈને ગૌ રજ લાવ્યા બાદ તમામ વિસ્તારોની ગૌ રજ અમદાવાદ ખાતે ગૌ રજને સુરભી પીઠમાં પધરાવી ગૌ ભક્તો ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...