વાવ તાલુકામાં રસોડાનો ઓર્ડર પતાવીને પરત આવતાં થરાદ નજીક રાજસ્થાનના રસોયાની ટીમની જીપને એક કાર સાથે અકસ્માત થતાં ત્રણને ઇજા થવા પામી હતી. આ વખતે અન્ય કારમાં આવેલા વાંતડાઉના સરપંચ પુત્ર સહિત ચાર શખસોએ મળીને આધેડને માર મારી રૂ.અકે લાખની લુંટ કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ થરાદ મથકમાં કરાઇ હતી. પોલીસે અરજી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર ગામના પરસોત્તમદાસ ચેનદાસ વૈષ્ણવ વાવ તાલુકાના દેથળી ગામે સમાજીક પ્રસંગે રસોડાનો ઓર્ડર કરીને તા.10 મેના બપોરના સુમારે મહેનતાણા પેટેના રૂપિયા 1,50,000 લઇને તેમની જીજે-12-સીપી-8089 નંબરની બોલેરો જીપમાં પરત આવી રહ્યા હતા. જે પૈકીના એક લાખ તેમના ખિસ્સામાં અને 50 હજાર જીપમાં રાખ્યા હતા. દરમિયાન પરત ફરતાં તેમની જીપને સાંચોર હાઇવે પર જાણદી નજીક કાર સાથે અક્સ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી.
આ દરમિયાન જીજે-27-એએ-1946 નંબરની કાર લઈને આવેલા વાંતડાઉના હિરાભાઇ મુળાભાઇ પટેલ, શામળાજી સવાજી પટેલ અને બીજા બે અજાણ્યા શખસોએ ધોકા વડે મારમારતાં ત્યાંથી પસાર થઇ રહેલા સમાજના લાદુરામ ભીખારામ વૈષ્ણવ (રહે.હેમાગુડા,તા.સાંચોર) એ બચાવવાનો પ્રયાસ કરતાં તેમના પર પણ હુમલો કરતાં તેઓ પણ જતા રહ્યા હતા.
આ શખસોએ મળીને તેમના એક લાખની બળજબરીપુર્વક લઇ લીધા હતા અને પકડીને ગાડીમાં નાખી માર મારતા અને ગળું દબાવી પોલીસને કશી વાત કરશે તો કાપીને કેનાલમાં નાખવાની ધમકી સાથે પોલીસ મથક સુધી લઇ આવ્યા હતા.
જ્યાં એક લાખ રૂપિયા બાબતે પુછતાં શામળાજી સવાજી પટેલએ પોતાની સરપંચ પુત્ર તરીકે ઓળખ આપી અક્સ્માતવાળી વાત પુરી કરીને શાંતિથી કાલે ઘેર જઇને લઇ જવા જણાવ્યું હતું. આથી પરસોત્તમદાસે સમાજના દસ આગેવાનોને વાત કરી વાંતડાઉના અન્ય સમાજોના આગેવાનો શિવમંદીરે એકઠા કરી હુમલો કરનારને પણ બોલાવ્યા હતા. પરંતુ તેઓ આવ્યા ન હતા. જો કે રસ્તામાં આંતરીને શેના રૂપિયા અને શેની વાત કરીને ફરીથી જો ગામમાં આવ્યો તો જીવતો નહી મુકવાની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.