કોંગ્રેસનું બંધ એલાન:થરાદ કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બજાર બંધ રાખવાના એલાનનો ફિયાસ્કો, ધારાસભ્ય સહિત કોંગ્રેસના 9 કાર્યકરોની અટકાયત

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે સવારે 8 થી બપોરના 12 કલાક સુધી ધંધા રોજગાર બંધ રાખી જનતાના પ્રશ્નોને વાચા આપવાના કાર્યક્રમમાં જોડાવવા મેસેજ દ્વારા અપીલ કરવામાં આવી હતી. પરંતુ આવતીકાલે રવિવાર આવતો હોવાના કારણે વેપારીઓએ પોતાના રાબેતા મુજબ ધંધા રોજગાર શરૂ કર્યા હતા. આથી બંધના એલાનને સફળતા નહીં મળતાં કોગીં કાર્યકરો દ્વારા હનુમાન ચોકમાં ટાયર સળગાવી અને મોંઘવારીના પૂતળા દહન વિરુદ્ધ પ્રદર્શન કરતાં પોલીસે અટકાવી ધારાસભ્ય સહિત 9 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

મોંઘવારી બેરોજગારી જેવા અન્ય મુદ્દાઓને લઈને બજાર બંધ રાખવા નગરજનો તથા વેપારી ભાઈઓને જણાવ્યું હતુ. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડત GSTના મારથી નાના મોટા વ્યાપારો ભાંગી પડયા છે, ડ્રગ્સની લતના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યા છે. તો કોગ્રેસે મોંઘવારી, બેરોજગારી, અણઘડત GST જાહેર પરીક્ષાઓમાં પેપર ફુટવા વિરૂદ્ધ લડત લડીએ અને સરકારની આંખો ખોલીને જનતાનાં પ્રાણપ્રશ્નોને લઈ બંધનું એલાન કર્યુ હતુ. પરંતુ કોઈ દુકાનદારો એ સમર્થન આપ્યું ન હતું.

શનિવારે કોંગ્રેસ પક્ષના આપેલ બંધમાં સ્વયંભૂ જોડાઈને સવારે ૦૮:૦૦ કલાકથી બપોરના ૧૨:૦૦ કલાક સુધી બંધ રાખવા દરેક વ્યાપારી બંધુઓને નમ્ર વિનંતી છે. તેવો મેસેજ કરી અરજ કરી પરંતુ કોઈ દુકાનદારોએ સમર્થન આપ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...