આક્રોશની લાગણી:થરાદની ગણેશ સોસાયટીમાં સફાઈ નહીં થતાં ચૂંટણીમાં મત નહી આપવાની ચીમકી

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યોઃ ચારથી પાંચ ડેંગ્યુના કેસ આવતાં ફફડાટ,10 10 દિવસથી કચરાની ગાડી નહીં આવતા મહિલાઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ

થરાદની ગણેશ સોસાયટીમાં 10 દિવસ છતાં કચરો લેવા વાહન નહીં આવતા ગંદકીનું સામ્રાજ્ય છવાવા પામ્યું છે. મચ્છરોએ માથું ઉંચકતા ડેન્ગ્યુના ચાર કેસ બહાર આવતાં રહીશોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી છે.રોષે ભરાયેલી મહિલાઓએ આગામી વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી ગણેશ સોસાયટીમાં રહીશો સ્વચ્છતાના મુદ્દે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી તેમના દ્વારા કચરો એકઠો કરી રાખવામાં આવતો હોવા છતાં પણ કચરાનું વાહન આવતું નથી. આથી જો કચરો ભેગો કરીને રાખવામાં આવે તો ઘરમાં ગંદકી થાય છે, વાસ આવે છે, બહાર મુકવામાં આવે તો ગાય, આખલાના ત્રાસથી મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. અને બહાર નાખીએ તો લોકો બોલે છે કે અહીં મત નાખો, તેમના વિસ્તારના રોડની પણ સાફ-સફાઈ નહીં થતી હોવાના કારણે કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...