વિરોધ:થરાદમાં સાતમા દિવસે પણ ગૌભક્તોનાં અનશન યથાવત

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદમાં સરકારે જાહેર કરેલ 500 કરોડ રૂપિયા ગૌશાળાઓમાં ફાળવવામાં ન આવે ત્યાં સુધી અન્ન નહીં લેવાના કઠોર નિર્ણય સાથે બે ગૌભક્તો અનશન પર ઉતરી ગયા છે. ત્યારે એક પણ અધિકારી કે મોટા નેતા ધરણાં કાર્યક્રમમાં ફરક્યા નથી. ભોરોલની શ્રી હિંગળાજ ગૌશાળાના ટ્રસ્ટી રાણાભાઇ રતાજી રાજપુત અને વાવ તાલુકાના નેસડા (ગોલપ) ગામના રમેશભાઈ ગામોટ સરકારે જાહેર કરેલ 500 કરોડ રૂપિયા ગૌશાળાઓમાં ફાળવવામાં ન આવે ત્યાં સુધી અન્ન નહીં લેવાના કઠોર નિર્ણય સાથે અનશન પર ઉતરી ગયા છે. બીજી બાજુ છ દિવસથી થરાદ-ડીસા હાઈવે પર મંડપ બાંધીને રોજ પ્રતિક ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેમાં ગુજરાત રાજસ્થાનના સાધુ, સંતો, મહંતો અને સ્થાનિકથી લઈને જીવદયા સંગઠનના રાજ્યસ્તરના હોદ્દેદારો તેમના સમર્થનમાં જોડાઈ રહ્યા છે. આગામી 15 તારીખે સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવે તો ગાંધીનગર ઉચ્ચ કરી જવાનું આયોજન કરાયેલું છે. જેની વચ્ચે 14 સપ્ટેમ્બર સુધી થરાદમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

સોમવારે સતત સાતમા દિવસે પણ બંને યુવાનોના ઉપવાસ યથાવત રહ્યા હતા. જ્યારે ધાનેરાની ટેટોડા થરાદના ભાપીના બાળસંત અંકિતપુરી સહિત જીવદયા અને સામાજીક અગ્રણીઓની આગામી કાર્યક્રમ ઉગ્ર બનાવવા માટે ચર્ચા બેઠક યોજાઇ હતી. સરકારની સંવેદનશીલતાની આલોચના કરી આવી વિકટ પરિસ્થિતિમાં પણ સરકારની આંખ ઉઘડતી નથી તો ક્યારે ઉઘડશે તેવા તીખા પ્રહારો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...