મારામારી:થરાદના સણાવીયામાં સમાધાન બાદ પણ પિતરાઈ બાખડી પડ્યા

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુહાડી, લાકડી અને ગડદાપાટુનો માર મારતાં ત્રણને ઇજા

થરાદના સણાવીયામાં અગાઉની બોલાચાલી બાદ સમાધાન થતાં ખેતરમાં આવેલા ભત્રીજાએ પોતાના પિતા અને બે ભાઈઓ સાથે મળીને કાકા, કાકી અને તેમની પુત્રી પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. રસણાવિયા ગામના તાલાભાઈ ભુરાભાઈ ઠાકોર (બલોધર) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંચેક દિવસ પૂર્વે તેમના ભત્રીજા પીરાભાઈ સાથે બોલાચાલી થવા પામી હતી અને સમાધાન પણ થયેલ હતું.

જેની વચ્ચે શુક્રવારે સાંજના 5-00 વાગ્યાના સુમારે તેઓ પોતાના ખેતરે હતા. આ વખતે પીરાભાઈ તેમના ખેતરમાં આવતાં તેમણે તું કેમ અહીં આવ્યો છે, તેવું કહેતાં પીરાભાઈ તથા તેના પિતા શોભાજી તથા તેમનો નાનો ભાઈ ભમો ઉર્ફે મુક્તિભાઈ પણ તેમના ઘર બાજુ જતા રસ્તા પર આવીને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આથી તેમ કરવાની ના પાડતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.

અને તેમના હાથમાંની કુહાડી ઉંધી તેમની પુત્રી આરતીના માથામાં ફટકરી હતી. વધુ ઝપાઝપી થતાં તેમની પત્ની દોડી આવતાં તેણી પર પણ લાકડી વડે તેમજ તલાભાઈ પર ગડદા પાટુ પર હુમલો કર્યો હતો. આજુબાજુમાંથી અન્ય લોકો વચ્ચે આવતાં તેમને છોડાવ્યા હતા.

પરંતુ જીવથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. પુત્રી આરતીને માથામાં ઈજા થવા પામી હતી. પરિવારના ઇજાગ્રસ્ત દંપત્તિ અને તેમની પુત્રીને સારવાર અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. પોલીસે ત્રણેય પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...