પશુ ચારવા મુદ્દે વિવાદ સર્જાયો:થરાદના નાની પાવડ ગામે ખેતરોમાં પશુ ચારવા મુદ્દે વૃદ્ધ મહિલા પર તેના ખેતર પાડોશીએ હુમલો કર્યો, થરાદ પોલીસે તપાસ હાથ ધરી

થરાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં ખેતરોમાં પશુ ચારવા મુદ્દે વૃદ્ધ મહિલા પર તેના ખેતર પાડોશીએ હુમલો કરતા વૃદ્ધ મહિલાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ​​​​​​ હતી.

થરાદના નાની પાવડ ગામે વૃદ્ધ મહિલાના ખેતરમાં તેના જ પાડોશી રાસંગભાઇ ખાનાભાઇ પટેલની ત્રણ ભેંસો ચરવા આવી તે ભેસો ખેતરમાંથી બહાર કાઢવા માટે જતા વૃદ્ધાને રાયસંગ ભાઈએ કહ્યુ કે મારી ભેંસો છુટી તમારા ખેતરમાં ચરેશે તેમ કહેતા તેણીએ કહ્યુ કે તમારા ખેતરમાં ચારો પણ અમારા ખેતરમાં ભેસો કેમ ચરવા મુકો છો તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ વૃદ્ધા સાથે ગેરવર્તન કરી ખેતરના શેઢા ઉપરથી તેના દાડમના ખેતરમાં ઢસડી ગયો. તે વખતે વૃદ્ધાના ભત્રીજા સહિત પરિવારજનો આ ઘટના પર નજર પડતાં તાત્કાલીક દોડી આવી તેને સમજાવ્યું અને તે વખતે રાસંગભાઇએ અપશબ્દો બોલી આ બનાવની બીજા કોઇને વાત કરીશ તો તારા દિકરાઓને પણ મારી નાખીશ. તેમ કહી ધમકી આપી હતી. જોકે સમગ્ર ઘટના દરમિયાન વૃદ્ધાનાં કાનમાં પહેરેલ વેઢલો (કાનમાં પહેરવાનો) કયાંક પડી ગયો હતો. તે પછી આ બનાવની વાત વૃદ્ધ મહિલાએ તેના પતિ તથા તેના દિકરાને કરી હતી. વૃદ્ધાએ તેના દિકરા સાથે થરાદ પોલીસ મથકે આવી હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ ફરિયાદ યોગ્ય તપાસ કરી ન્યાય માટે માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...