માદક પદાર્થ સાથે એકની અટકાયત:થરાદમાં વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો અફિણના રસનો જથ્થો લઈ જતા ઈસમને થરાદ પોલીસે ઝડપી પાડ્યો

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 55 હાજર નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી

થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી રૂટિંગ વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે એક શખ્સ પાસેથી માદક પદાર્થ અફીણ રસ ઝડપી પાડયો છે. જેમાં રાજસ્થાન તરફથી ખાનગી ઇકો ગાડીમાં બેસીને આવી રહેલા ખોડા ચેકપોસ્ટ પર થરાદ પોલીસને ઈસમ પર શક જતા પોલીસે તપાસ કરતા ઈસમ જોડેથી અફીણનો રસ મળી આવતા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદના પોલીસ સ્ટાફ ખોડા ચેકપોસ્ટ પર રૂટિન સેટિંગ દરમિયાન મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી. જે અન્વયે આજરોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક ઇકો ગાડી રાજેસ્થાન તરફથી આવી રહી હતી. ખાનગી ઇકો ગાડીમાં બેસીને આવેલ નાગજીરામ વિરાજી રબારીની બેગમાંથી ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણનો રસ 500 ગ્રામ મળી આવ્યો હતો. આરોપી પાસેથી કુલ 55 હજારનો મુદામાલ ઝડપી આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...