થરાદ પ્રાંત કચેરી ખાતે આરોગ્ય વિભાગની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવાની વાત બહાર આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના ભાવી ચેડાં કરવાનું બહાર આવ્યું છે. આ ભ્રષ્ટાચારને કારણે લોકોનું આરોગ્ય જોખમે મુકાયું છે. ત્યારે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
થરાદમાં Mphw આરોગ્યમાં ભરતીને લઇ રજૂઆત કરવામાં આવી છે. આ ભ્રષ્ટાચારને લઈ ડમી સર્ટિ રજૂ કરી પરીક્ષા આપી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. આરોગ્યની Mphw ની ભરતી પરીક્ષામાં અનુભવ વગરનાં લોકો સંસ્થાઓ પાસેથી ડમી સર્ટિ લઇ રજૂ કરી પરીક્ષામાં બેસતા અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જે લોકો ભણ્યા નથી પ્રેક્ટીકલ અનુભવ નથી તેવા લોકો આરોગ્યની ભરતીમાં પરીક્ષા આપતા આગામી સમયમાં આરોગ્યની સેવા જોખમી બનશે તેવી વિદ્યાર્થીઓએ ભિતી સેવી હતી. વિદ્યાર્થીઓની માંગ છે કે જેને આરોગ્યનો અનુભવ નથી તેવા લોકોની ભરતીના કરવી.તેમજ જે સંસ્થાઓએ ડમી સર્ટિ આપ્યા હોય તેવી સંસ્થાઓની ચકાસણી કરવામાં આવે.
ભરતી કરવામાં આવેલા તમામનાં સર્ટિ ચેક કરવામાં આવે અને સરકાર આવા લોકો સામે તાત્કાલિક પગલાં ભરે તેવી વિદ્યાર્થીઓએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.