શિક્ષક દિનની ઉજવણી:થરાદની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી કરાઈ, આજના દિવસે વિદ્યાર્થીઓ બન્યાં શિક્ષક

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેથી તારીખ 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે થરાદ કોલેજ ખાતે આજના દિવસે સરકારી કોલેજના 60 જેટલા વિદ્યાર્થીઓ અધ્યાપક બન્યા અને વિવિધ સત્રમાં અંગ્રેજી, સંસ્કૃત, ઇતિહાસ, ગુજરાતી, અર્થશાસ્ત્ર અને બી.કોમ જેવા વિવિધ વિષયોને પૂરતો ન્યાય આપવાનો સફળતાપુર્વકનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર શિક્ષણકાર્યને પાંચ લેકચરમાં અને ૧૩ વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આચાર્યથી માંડીને સેવકગણ સુધી આજનો સમગ્ર કારભાર અને વહીવટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

સમગ્ર આયોજન NSS વિભાગના પ્રા.ભાવિક ચાવડા અને પ્રા.મુકેશ રબારી દ્વારા અને આચાર્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકેની ભૂમિકામાં ડૉ.પ્રશાંત શર્મા અને પ્રા.જીનલ સોનીની ભૂમિકા આગળ પડતી રહી હતી. કાર્યક્રમના અંતે પ્રતિભાવ સમારંભ યોજાયો હતો, જેમાં વિનયન અને વાણિજ્ય વિભાગના વિદ્યાર્થી દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા બાદ આજના શિક્ષકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે નાવાઝી કાર્યક્રમને અંતે અલ્પાહાર કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો. શિક્ષક દિન કાર્યક્રમનું સંચાલન NSSના પ્રોગ્રામ ઓફિસર પ્રા.મુકેશ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાવ્યપઠન દ્વારા વિદ્યાર્થીઓના પ્રોત્સાહિત કરવાનું કામ પ્રા.ચિરાગ શર્મા દ્વારા કરાયું. છેલ્લે કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.એમ જે.મન્સુરી તેમજ ડૉ.અશોક વાઘેલાએ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા અધ્યાપક બની દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...