સાંસદ દ્વારા નવોદય વિદ્યાલય માગ:જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે સાંસદ સભામાં થરાદમાં નવોદય વિદ્યાલય સ્થાપવા રજૂઆત કરી

થરાદ23 દિવસ પહેલા
  • દાંતીવાડા ખાતે આવેલી નવોદય વિદ્યાલય સરહદીય વિસ્તારથી આવતા બાળકોની હાલત કફોડી બંને છે

થરાદના સ્થાહી અને જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે થરાદમાં નવોદય વિદ્યાલય આપવા માટે માંગ કરી છે. જેમાં જિલ્લામાં દાંતીવાડા ખાતે એક નવોદય વિદ્યાલય આવેલી છે, પરંતુ સરહદી વિસ્તારોમાંથી 100 કિલોમીટર જેટલું દૂર પડે છે. જેના કારણે શરદી વિસ્તારના બાળકો ની હાલત કફોડી બને છે. જેથી થરાદ વિસ્તારમાં સત્વરે નવોદય વિદ્યાલય સ્થાપના કરવામાં આવે જેથી કરી આ વિસ્તારના શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને અહીંના વિદ્યાર્થીઓને યોગ્ય લાભ મળી શકે. જેવી જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે સંસદ સભામાં રજૂઆત કરી છે.

નવોદય વિદ્યાલય માટે સંસદમાં રજૂઆત
સંસદ પરબત પટેલ સંસદ સભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મારો સંસદીય મતવિસ્તાર ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. આ જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે અને નવોદય વિદ્યાલયમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે. કારણ કે ગુજરાતમાં નવોદય વિદ્યાલય સંસાધનોની દૃષ્ટિએ સારી સ્થિતિમાં છે. તેથી જ મારા મતવિસ્તારના રહેવાસીઓ મારી પાસે માંગ કરતા રહે છે કે, જિલ્લામાં બીજી નવોદય વિદ્યાલય ખોલવામાં આવે. સાહેબ, એ જાણી શકાય કે મારા સંસદીય મતવિસ્તારમાં હાલમાં એક જ નવોદય વિદ્યાલય છે અને જિલ્લાના કદને કારણે મોટો વર્ગ નવોદય વિદ્યાલયમાં શિક્ષણ લેવાથી વંચિત રહી ગયો છે.

આથી મારા મતવિસ્તારના રહીશોની માંગ છે કે, દાંતીવાડામાં પહેલાથી જ આવેલી નવોદય વિદ્યાલય થરાદથી 100 કિમી દૂર છે. તો થરાદમાં નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવે તો સરહદી વિસ્તારના રહીશોના બાળકો અને બાળકોની હાલત કફોડી બને. અહીંના ખેડૂતોનો નવોદય વિદ્યાલયને યોગ્ય લાભ મળશે તેથી, તમારા દ્વારા, મંત્રીને વિનંતી છે કે, મારા સંસદીય મતવિસ્તાર, થરાદમાં વહેલી તકે નવોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે, જેથી આ વિસ્તાર શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને અહીંના વિદ્યાર્થીઓને યોગ્ય લાભ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...