ભારે હાલાકી:થરાદની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવતાં દર્દીઓને ધાબા ઉપર ચઢવામાં મુશ્કેલી

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદની સરકારી હોસ્પિટલમાં બે વર્ષથી ડાયાલિસીસ સેન્ટર કાર્યરત છે. જ્યાં ડાયાલિસીસના 31 જેટલાં દર્દીઓ અઠવાડીયામાં બે અને અમુક ત્રણ વખત ડાયાલિસીસ કરાવી રહ્યા છે. જો કે અમુક અશક્ત અને વૃદ્ધ દર્દીઓને ઉપરના માળે રહેલા વિભાગ સુધી જવા આવવામાં ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ]

સપ્તાહમાં એક કરતાં વધારે વખત આવતા આવા દર્દીને ઉંચકીને પગથીયાં ચડવાનાં હોઇ ફરજીયાત બે થી ત્રણ માણસોને સાથે આવવું પડે છે. આથી આવા દર્દીઓ માટે ચડવા માટે ઢોળાવ વાળો ટ્રેક અથવા તો વ્હીલચેરમાં બેસીને જઇ શકાય કે અન્ય કોઇ વ્યવસ્થા કરવામાં આવે અથવા તો વિભાગને નીચે શિફ્ટ કરવામાં આવે તેવી માંગણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

જમડાના દર્દીના સગાએ થયેલો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘બે મહિના પહેલાં આવેલા જનરેટર પડ્યાં ધુળ ખાય છે. લાઈટ જતી રહે ત્યારે દર્દી અને ડોક્ટર બંન્ને હેરાન થાય છે.’

અન્ય સમાચારો પણ છે...