પદયાત્રઓ માટે સેવા કેમ્પ:થરાદમાં ઢીમા ધરણીધર ભગવાનના ધામે પદયાત્રીકો માટે સેવા કેમ્પોનું ભવ્ય આયોજન કરાયું

થરાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદમાં મીની અંબાજી તરીકે જાણીતા ઢીમા ધામે ભાદરવી પુનમના લોક મેળાને અનુલક્ષીને હજારો ભાવિક ભક્તો દુર દુરથી પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ભક્તો ડી.જે ના તાલે રમતા રમતા ભગવાનના દર્શન કરવા જાય છે. તે અનુસંધાને છેલ્લા કેટલાક વર્ષોથી થરાદના આદેશ મંડળ દ્વારા થરાદમાં હાઇવે પર સંપુર્ણ ભોજન તેમજ ચા-પાણી અને નાસ્તાનો કેમ્પ રાખવામાં આવે છે.

તેમજ થરાદથી ઢીમા રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટી પાસે ઢીમા દર્શનાથે જતા પદયાત્રીકો માટે ઠેરઠેર મીનરલ પાણી, ચા-નાસ્તો, જમવાનું તેમજ મેડિકલ સેવાઓ અનેક દાતાઓ તેમજ મંડળીઓ દ્વારા આયોજન કરી સેવા લઈ ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...