બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા:રાહના વ્યક્તિને ધાનેરાની મહિલાએ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા; રૂ. 25 લાખ-બંગલોની માગ કરતાં ફરિયાદ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદના રાહ ગામે ચાર મહિના અગાઉ મુકેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિને તેના ભાગીદારે એક મહિલા સાથે પરિચય કરાવ્યો હતો. જેમાં ધાનેરાના આશિયા ગામની આ મહિલાએ મોબાઈલમાં ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. ઉપરાંત ચીજ વસ્તુઓની ખરીદી કરવા મજબૂર કરી પાલનપુરમાં બંગલો તેમજ 25 લાખની માંગણી કરતાં ઇસમે બ્લેકમેઈલ કરતી આ મહિલા સામે ગુનો નોંધાવ્યો હતો.

ફોટા વાઈરલ કરવાની ધમકી આપતાં 20 હજાર આપેલા
થરાદ તાલુકાના રાહ ગામના મુકેશ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ભાગીદાર નારણસિંહે ધાનેરાના આશિયા ગામની મહિલા સાથે પરિચય કરાવી જુદી જુદી જગ્યાએ ફરવા લઈ જઈ બરાબર વિશ્વાસમાં લઇ મહિલાને છેલ્લા ચાર મહિનાથી અવાર નવાર ધાનેરા મુકવા માટે જતો હતો. તે વખતે તેણીએ મુકેશના ફોટા પાડેલા અને બતાવીને કહેલું કે તારે-મારે ફોનમાં જે વાત થઇ છે તેના રેકોર્ડીંગ મારી પાસે છે. જો હું કહું તેમ તુ નહી કરે તો હું આ બધુ વાયરલ કરી નાખીશ તેવી ધમકી આપતાં મુકેશ ગભરાઇ ગયો હતો અને તેને ફોટો વાયરલ કરવાની ના પાડેલી. તેને ધાનેરા ઉતારીને પાછો ઘરે આવી ગયેલો મુકેશ ગભરાઇ ગયેલો હોવાથી અને ઇજ્જ્ત જવાની બીકથી કોઇને આ બાબતની વાત કરેલી નહિ. તે મહિલાએ હોસ્પિટલમાંથી નોકરી છુટી જતાં તેણીએ મુકેશ પાસે પૈસા માંગતા તેની પાસે નહી હોવાનુ કહેતા ફોટા વાયરલ કરીને મારા ઘરે આવવાનું કહેતાં મુકેશે તેને 20 હજાર રૂપિયા આપેલા.

1 તોલાની કિ. રૂ. 54 હજારની ચેઇન લાવીને આપી
તેણીએ ફરી ફોટા વાયરલ કરવાની ધમકી આપેલી. જેથી ડરીને તેને ડીસા મીતેષ જ્વેલર્સમાંથી 1 તોલાની કિ. રૂ. 54 હજારની ચેઇન લાવીને આપી હતી. ત્યારબાદ ફરીથી પાલનપુરમાં બંગલો લઇ આપ અને 25 લાખ રૂપિયા આપે તો હું તારા ફોટા વાયરલ નહી કરૂ, નહી તો હું તારા અને મારા ફોટા વાયરલ કરીને તારા ઘરે આવી જઇશ અને દુષ્કર્મની ફરીયાદ કરવાની ધમકીઓ આપી મુકેશને બદનામ કરતી હોવાથી આવી રીતે બીજા માણસોને વિશ્વાસમાં લઇ બ્લેકમેઈલ કરી પૈસા પડાવેલા હોવાની વાતો પણ જાણવા મળી હતી. તેને લઈને મુકેશે તેના મિત્ર પ્રકાશ સાથે થરાદ પોલીસ મથકે તેણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...