કોંગ્રેસ પર પ્રહાર:વિકાસ અને કોંગ્રેસ, સુરક્ષા અને કોંગ્રેસને બનતું નથી અમિત શાહ

થરાદ,ડીસા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રીએ થરાદ અને ડીસામાં સભા યોજી,કહ્યું : બટાકા ઉત્પાદનમાં ડીસા દેશમાં પ્રથમ નંબરે
  • મેઘા પાટકર સાથે પદયાત્રા કરતા રાહુલ ગાંધી પર આકારા પ્રહારો કર્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે થરાદ અને ડીસામાં સંમેલન યોજયું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે અને વિકાસ તથા કૉંગ્રેસ અને વિકાસ અને સુરક્ષા સાથે કૉંગ્રેસને બનતું નથી.તેમના રાજમાં વીજળી પણ નહી મળતી હોવા ઉપરાંત નર્મદામાં અવરોધ ઉભો કરનાર મેઘા પાટકર સાથે પદયાત્રા કરતા રાહુલ ગાંધી પર આકારા પ્રહારો કરીને તેમને જાકારો આપવા જણાવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધના ભયથી કાળા કપડાં અને સુરક્ષાના કારણોસર માચીસ સાથે પ્રવેશતા લોકોને અટકાવાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે થરાદના ઉમેદવારને ધારાસભ્ય બનાવો મોટા બનાવવાનું કામ પાર્ટી કરી આપશે તેમ જણાવી આડકતરી રીતે મોટા પદનો સંકેત પણ આપ્યો હતો. દેશના વિકાસની યોજનાઓ અને કોરોના રસી આપી સુરક્ષિત કરવાનું કામ કર્યું છે તેમ જણાવી તેમના હાથ મજબુત કરવા કમળને ખિલવવાની અપીલ કરી હતી. અમિત શાહે 1 જાન્યુઆરી 2024માં રામમંદિરના દર્શનાર્થે આવવાની અયોધ્યાની ટિકીટ કરાવી લેવા કહ્યું હતુ.

ડીસામાં અમિત શાહ બરોબર ખીલ્યા કહ્યું
મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલીયા જમાલિયાઓ ગમે ત્યારે ઘુસી જતા હતા.ડીસામાં હવાઈ પિલ્લર મેદાન ખાતે જાહેર સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ડીસા બટાકામાં સમગ્ર દેશમાં નંબર વન પહોંચ્યું છે. હવે અટલ ભુજલ યોજના આવે એટલે બનાસકાંઠાની રહી સહી પાણીની સમસ્યા પણ હલ થઈ જશે. તેમણે દેશની સુરક્ષા બાબતે જણાવ્યું કે,અગાઉ બનાસકાંઠાની સરહદોથી સ્મગલરોની અવરજવરથી ધમધમતી હતી જેને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત કરી છે અને કોંગ્રેસના રાજમાં થતા રમખાણો છેલ્લા 23 વર્ષથી જોવા મળતા નથી. તેમણે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેઓ સર્જીકલ સ્ટ્રાઈકની સાબિતી માંગતા હતા.જ્યારે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલીયા જમાલિયાઓ ગમે ત્યારે ઘુસી જતા હતા.અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે 85 થી 90 ની સાલમાં ડીસામાં ખૂબ આંટા ફેરા મે માર્યા છે. જ્યારે મારા ખરાબ દિવસોમાં મગનલાલ માળીના ખેતરમાં છ દિવસ હું રોકાયો હતો તેમ જણાવી તેમને ડીસાના અગ્રણી મગનલાલ માળીને પણ યાદ કર્યા હતા. જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને પણ યાદ કરી તેમને જણાવ્યું હતું કે, તમે ડીસામાં પ્રવીણ માળીને જીતાડો તો ડીસામાં પ્રવીણ માળી અને શશીકાંત એમ બબ્બે એમએલએ મળ્યા એમ તમારે સમજવાનું છે.

શાહના ભાષણમાં આ મુદ્દા આવરી લેવાયા
સડસડાટ રસ્તાઓ, નડાબેટનો ટુરીજમ તરીકે રોજગારીલક્ષી વિકાસ, નર્મદાની મુખ્ય અને સુજલામ સુફલામ યોજના, સરહદોની સુરક્ષા,ડેરી ઉધોગોનો વિકાસ, ગ્રીન ફિલ્ડ કોરીડોર, બટાકા ક્રાંતી, પ્રાકૃતિક ખેતી, કલમ 370,35A, સર્જીકલ, એર સ્ટ્રાઈક, રામ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજૈન મંદિર,કેદારધામ, બદ્રીનાથ ધામ, અંબાજી, સોમનાથ,પાવાગઢ જેવા દેશની આસ્થાના પ્રતિકોને પુનઃઉર્જાવાન ઉપરાંત આવાસ યોજનાઓ,મફત અનાજ, બુલેટ ટ્રેન, ઉંચું સ્ટેડીયમ, દુધ ઉત્પાદન અને નિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી,ગટરવ્યવસ્થા સહિતનાં લાખો કરોડો રૂપીયાનાં સુખાકારીની સુવિધાઓનો વિકાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...