થરાદ હાઇવે પરની કામગીરી વખતે વધુ એક વખત પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા અડધા નગરને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ પેદા થવા પામી છે. નગરપા લિકાએ આ અંગે સત્વરે કામગીરી હાથ ધરાઈ છે તેમ જણાવ્યું હતું. થરાદ ફોરલેન રોડની કામગીરી દરમિયાન રેફરલ હોસ્પિટલ આગળ આવેલી નગરપા િકાની પીવાના પાણીની મુખ્ય પાઇપલ ઇનમાં ભંગાણ પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીમાં વેડફાટ થયો હતો. તેમજ અડધા થરાદને તરસ્યું રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાવવા પામી હતી.
આ ઘટનાની જાણ થતાં પ્રમુખ જાનકીબેન ઓઝા તથા સદસ્ય દિપક ઓઝા અને પાણી પુરવઠાનો સ્ટાફ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યો હતો. અને પાણી બંધ કરી પાઇપલાઇનને રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. પ્રમુખ જાનકીબેન ઓઝાએ જણાવ્યું હતું કે પીવાના પાણીની આ મુખ્ય પાઇપલાઇન છે. આ પાઇપલાઇનનું સત્વરે રીપેરીંગ કરે તેવી કામગીરી ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.