આંદોલનની ચિમકી:પાક લોનની વ્યાજ સબસીડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા આપવા માંગ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં સરકાર ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસીડીની પૂરેપૂરી રકમ પરત નહીં આપે તો રાજ્યવ્યાપી આંદોલન થશે

થરાદના આપ પ્રમુખે 3 લાખ સુધીની પાક ધિરાણ લોનની વ્યાજ સબસીડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી 10 દિવસમાં સરકાર ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસીડીની પૂરેપૂરી રકમ પરત નહીં આપે તો રાજ્યવ્યાપી આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

થરાદ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ થાનાભાઈ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન 3 લાખ સુધી જીરો ટકા વ્યાજે આપવાની સરકારની યોજના છે. તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા ખેડૂત પાસેથી દર વર્ષે 7 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે. ગયા વર્ષના વસુલેલા વ્યાજની રકમ અનેક ખેડૂતોને હજુ સુધી રિફંડ મળી નથી.

અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે ખેડૂતોને આપી શકીએ નહીં હાલ સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજની રકમ રિફંડ મળી ગઈ છે. પરંતુ, સરકારે ખેડૂતોને ગુમરાહ કર્યા હોવાનો અને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...