દશામાંના વ્રતનું સમાપન:થરાદમાં વહેલી સવારે દશામાના મંદિરે ભક્તોની ભીડ ઉમટી; ભક્તોએ 9 દિવસ પૂજા કરી માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું

થરાદ2 મહિનો પહેલા

થરાદમાં આવેલ શેણલનગર સોસાયટી રાજપૂત વાસમાં આવેલા દશામાના મંદિરે દશા માતાની મૂર્તિનું વિસર્જન માટે બનાવેલ હોજ (વાવ)માં દશામાના વ્રત પૂર્ણ થતાં વ્રત કરનાર મહિલાઓ દશામાંની મૂર્તિ લઈ અને વહેલી સવારે ચાર વાગે દશામાના મંદિરે બનાવેલી વાવ પાસે પણ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ દશામાંની મૂર્તિ (સાંઢડી)ને 9 દિવસે તનમન ધનથી પૂજા અર્ચના બાદ આખી રાતના જાગરણ પછી પૂજા કરી સાંઢડી પધરાવા ઉમટી મહિલાઓ હતી.

10 દિવસ મહિલાઓ વ્રત રાખીને ધન્યતા અનુભવે છે
​​​​​​​
દશામાના વ્રત અમાવસથી શરૂ થયા હતા અને 10મા દિવસે દશામાના વ્રત પૂર્ણ થતા દશામાના વ્રત કરતી મહિલાઓ અને ભાઈઓ દશામાંની સાંઢડી પધારવા માટે આવ્યા હતા. થરાદમાં દશામાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દશામાના દસ દિવસ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દસ દિવસમાં મોટી સંખ્યામાં દશામાના વ્રત કરતી મહિલાઓ તેમજ ભક્તોએ દર્શનનો કરવાનોલાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...