થરાદના ગૌ પ્રેમીનો અન્ન ત્યાગ:ભોરોલ ખાતે ગૌશાળાના ટ્રસ્ટીની સરકાર પાસે 500 કરોડ ગ્રાન્ટની માગ; ગ્રાન્ટ મળ્યા બાદ પારણા કરશે

થરાદ18 દિવસ પહેલા

સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસએ ભરડો લીધો ત્યારે મોટા ભાગની ગૌ શાળામાં અબોલ પશુઓનો જીવ બચાવો મુશ્કેલ બની ગયો. અને અબોલ ગૌવંશ જ લમ્પીના રો ના ભોગ બન્યા છે. તેથી પશુઓ બચાવવા અને બીજી તરફ મોંઘવારીમાં ગૌ શાળામાં ઘાસચારો પણ પૂરો કરવો મુશ્કેલ બની ગયો. તેને લઈ સરકારે 500 કરોડ ગૌ માતા માટે ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી. પણ હજુ સુધી 500 કરોડની ગ્રાન્ટ ન મળતા આજે થરાદ તાલુકાના ભોરોલ ગામે હિંગળાજ ગૌ શાળાના ટ્રસ્ટી ભોરોલના વતની રાણા ભાઈ રાજપૂતે 7 સપ્ટેમ્બર બુધવારથી અન્નનો ત્યાગ કરી બાધા લીધી છે. સરકાર દ્વારા ગૌમાતા માટે 500 કરોડ ફાળવેલ છે પરંતુ હજુ સુધી ન મળતાં જ્યાં સુધી ગૌ માતાને આ ગ્રાન્ટના રૂપિયા નહીં મળે ત્યાં સુધી અનાજ નહી લેવાનો કટિબધ નિર્ણય લીધો છે. જયારે સરકાર ગૌમાતાને 500 કરોડની ગ્રાન્ટ આપશે .ત્યારે જ ગૌભક્ત અને ટ્રસ્ટી રાણા ભાઈ રાજપૂત પારણા કરશે. એક મહિના અગાઉ પવિત્ર શ્રાવણમાં 5 એકરમાં બાજરીના ઉભા પાકમાં પણ ગાયો ચરાવી પુણ્ય કર્યું હતું. ગૌમાતા તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી

અન્ય સમાચારો પણ છે...