ગૌ પ્રેમીઓ આંદોલનના રસ્તે:થરાદમાં ગૌ પ્રેમીઓએ ગાય માતાને ન્યાય અપાવા અન્નનો ત્યાગ કર્યો; ગ્રાન્ટ મળ્યા બાદ પારણા કરશે

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ માં બે ગૌપ્રેમીઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ “ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના “નો અમલ ના થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી અનશન પર ઊતર્યા. થરાદ તાલુકાના ભોરલ ગામે હિંગળાજ ગૌશાળા આવેલી છે. ત્યાં ગાયોનુ પાલન પોષણ ખુબજ સારી રીતે થાય છે. આ ગૌશાળાના ટ્રષ્ટી રાણાભાઈ રતાજી પરમાર [ રાજપુત ] આ ગૌશાળાના ટ્રષ્ટી છે. તેમજ રમેશભાઇ જીવરામભાઇ ગામોટ દ્વારા થરાદ નગરમાં હાઇવે પર ધરતી હોસ્પીટલની સામે થરાદ તાલુકાના સંતોની હાજરીમાં અન્નનો ત્યાગ કરી ધરણાં પર બેઠા છે. થરાદનગરના પરમ વંદનીય સંતોએ જણાવેલ કે અમો તમામ સંતો સરકારની સાથે જ છીએ.

સરકારે “ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના “માં 500 કરોડ ફાળવવાની જાહેરત કરેલ. પરંતુ હજું સુધી ગૌમાતાના નામે ફાળવેલ રૂપિયા ના આપતા પ્રખર ગૌપ્રેમી એવા રાણાજી રાજપુત અને રમેશભાઇ જીવરામભાઇ ગામોટે અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આમ ગૌમાતાને તેમના હકના રૂપિયા નહીં મળે ત્યાં સુધી અન્ન ગ્રહણ કરશે નહી. અને 15/9/22ના રોજ ગૌ ભક્તો સાથે ગાંધીનગર જશે. આ પ્રસંગે ઢીમાના સંત જાનકીદાસ મહારાજ, આસોદરના રેવાપુરી બાપજી, ભાપી અંકીતપુરી મહારાજ, ચારડાના સંત રામલખનબાપુ, ભુરીયાના ઘેવરદાસ મહારાજ અને થરાદ તાલુકાના નામી –અનામી સંતો મહંતો અને ગૌ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...